logo

ડીએસએ એકેડમી અને રૂણાનુબંધ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્સનાં સહયોગથી નાગપુર ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ લેવલ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન તેમજ આરએસજીનાં પ્રદેશ કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

નાગપુર, 31 જાન્યુઆરી, 2024: ડીએસએ એકેડમી અને રૂણાનુબંધ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્સનાં સહયોગથી નાગપુર ખાતે મહારાષ્ટ્ર સ્ટેટ લેવલ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાગપુરમાં આરએસજીના પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં રાજ્યભરનાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ચેમ્પિયનશિપમાં કુલ 9 વિભાગોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં કુમાર, કુમારી, યુવાન, યુવતી, વયસ્ક, વયસ્ક મહિલા, વૃદ્ધ, વૃદ્ધ મહિલા અને મિક્સડ ટીમ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

ચેમ્પિયનશિપમાં ખેલાડીઓએ તેમના કૌશલ્યનું પ્રદર્શન કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. ચેમ્પિયનશિપના અંતે વિજેતાઓને ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

ચેમ્પિયનશિપનાં આયોજનમાં ડીએસએ એકેડમીનાં પ્રમુખ અને તેમની ટીમ, રૂણાનુબંધ ફાઉન્ડેશનનાં શ્રી બ્રમ્હાનંદ મસ્કે અને તેમની ટીમ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્સનાં સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચેમ્પિયનશિપનાં આયોજન માટે ડૉ. જન્બા મસ્કે એ જણાવ્યું હતું કે, "આ ચેમ્પિયનશિપનું આયોજન રાજ્યભરના ખેલાડીઓને એક મંચ પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓએ તેમના કૌશલ્યનું પ્રદર્શન કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. આવનારા સમયમાં આપણે આવી ચેમ્પિયનશિપોનું વધુ આયોજન કરીશું."

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્સનાં રાષ્ટ્રીય ચીફ કમિશ્નર ડૉ. અમિતકુમાર રાવલ, રાષ્ટ્રીય ખજાનચી ડૉ. મેહબૂબઅલી સૈયદ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી પરવેઝખાન પઠાણ, મહિલા પ્રકોષ્ઠનાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમતી સંગિતા કટારીયા, નાગપુરનાં પૂર્વ ધારાસભ્ય શ્રી કૃષ્ણભાઉ ખોપડે, વિધાનપરિષદ સભ્ય ધારાસભ્ય શ્રી અભિજીત વણજારી, જીલ્લા પરિષદ સદસ્ય શ્રી સલીલદાદા દેશમુખ, NCP સેવાદળ મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ડો. જાનબા મસ્કે, રૂણાનુબંધ ફાઉન્ડેશનનાં સ્થાપક પ્રમુખ શ્રી બ્રહ્માનંદ મસ્કે, ડી. એસ. એ. એકેડમી પ્રમુખ શ્રી દુર્ગેશ લવરે, વાડોરિયો ફેડરેશન પ્રમુખ શ્રી સાજીદ રેઈન, શિવસેના નાયબ જિલ્લા પ્રમુખ શ્રી ગુડ્ડુભૈયા રહંગદલે, શિવસેના શહેર પ્રમુખ શ્રી નીતિન તિવારી, બ્રહ્માનંદ શાળા આચાર્ય શ્રી વિજય પુરી, શ્રી રાજેન્દ્ર બદિયે, શ્રી વિજય શ્રીવાસ, શ્રી સુનિલ વિભૂતે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

5
1480 views